Urgent Atention Required All Indians Alert 08/28/2009
Dear All Please note this carefully: If you receive a phone call on your Mobile from any person saying that they are checking your mobile line or going to give you some offer/ prize, and ask you to press #90 or #09 or any other number. End that call immediately without pressing any Number. There is a company in Pakistan that is using a device that once you press #90 or #09 they can access your SIM card and make calls at your expense. They are misusing it to make calls from Indian numbers. Forward this message to as many friends as u can, to stop it. This information has been confirmed by both Motorola and Nokia.. There are over 3 million mobile phones affected by this. You can check this news at CNN web site વીણેલાં મોતી 08/16/2009
શતાબ્દીઓથી ચાલી આવતું શુદ્ધ સમજદારીપૂર્વકનું શિક્ષણ એટલે રૂઢિપ્રયોગો અથવા તો નાનકડાં વાક્યો. ચિંતન અને અનુભવોનો આ સાર ફક્ત એક જ વ્યક્તિને લાગતોવળગતો નથી. એ તો હજારો વ્યક્તિ સાથે અનેક જુદા જુદા સંજોગોમાં-સંદર્ભોમાં સંકળાયેલો છે. શતાબ્દીઓના અનુભવી નિચોડમાંથી અમુક ખાસ તારવેલાં પરિવારને લગતાં બુદ્ધિપૂર્ણ વિચક્ષણ વાક્ય અહીં આપેલાં છે. આશા રાખું છું કે ઘાસની ગંજીમાંથી શોધી કઢાયેલી આ સોયો તમને અથવા તમારા કુટુંબના સભ્યોને રોજબરોજનાં કામમાં કોઈને કોઈ રીતે ઉપયોગી નીવડશે. સ્વસ્થ અને આનંદિત જીવન માટે આવશ્યક, દાદ માગી લે એવાં આ વાક્યો તમારાં બાળકો તથા પૌત્ર-પૌત્રીઓને સચ્ચાઈ, કર્તવ્ય, વિશ્વાસ, દયા, આનંદ, આદર, નમ્રતા અને પ્રેમ જેવા મહત્વનાં મૂલ્યોનો પરિચય કરાવશે અને મદદરૂપ પણ થશે. [01] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો. [02] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું. [03] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું. [04] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે. [05] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ. [06] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી. [07] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં. [08] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ. [09] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો. [10] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે. [11] કોઈ પણ સ્ત્રીનો ઉછેર કેવો છે એ ઝઘડામાં એના આચરણ દ્વારા વ્યક્ત થાય છે. [12] ખોટું કરવા માટેની કોઈ સાચી રીત નથી. [13] ઈમાનદાર હોવું એ ગર્ભધારણ કરવા સમાન છે. [14] વાયદા આપીને ન પૂરાં કરવા કરતાં વિવેકથી ના પાડવી વધુ સારું છે. [15] ક્યારેય ટૂંકો માર્ગ ન અપનાવો. તમારા અંત:કરણ સાથે ક્યારેય સમાધાન ન કરો. [16] બાળકોને ગણિત શીખવતી વખતે શું ગણવાનું છે એ શીખવવું વધુ જરૂરી છે. [17] સંસાર જેને અસાધારણ બુદ્ધિપ્રતિભા કહે છે એ વાસ્તવમાં ‘કોમન સેન્સ’નો ભંડાર હોય છે. [18] કલ્પના કરવી હંમેશાં સુરક્ષિત હોય છે, આ જૂનો રસ્તો ખોટો નથી, પણ કોઈ બીજો સારો વિકલ્પ પણ હોઈ શકે છે. [19] તમે એક આદત કેળવી લો – પ્રત્યેક વ્યક્તિ માટે કંઈ ભલું કરવાની. [20] શિક્ષણ એટલે જીવનની જુદી જુદી વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની યોગ્યતા. [21] કાંટાથી ભરેલું સિંહાસન બનાવી તો શકાય પણ એના પર વધુ વાર બેસી નહીં શકાય. [22] મોટા ભાગની દુનિયા એ સિદ્ધાંત પર ચાલે છે કે તમે પાંચ ટનની ટ્રક જેવા હો તો તમને સડક વિષયક જ્ઞાનની કોઈ જરૂરત નથી. [23] તમને રેલવે સ્ટેશને પહોંચવામાં મોડું થઈ ગયું અને ટ્રેન તમારા માટે ઊભી ન રહી તો એ માટે તમે રેલવે ખાતાને દોષિત ન ઠેરવી શકો. [24] તમારી પીડાને રેતી પર લખો. તમારી સિદ્ધિઓને આરસ પર લખો. [25] સન્માન વગરની સફળતા તમારી ભૂખ તો શમાવી દે છે પણ એ મીઠા વગરના ભોજન જેવી સ્વાદવિહીન છે. [26] તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે. એ લોકો તો એ વાતથી ચિંતિત છે કે તમે એના વિશે શું વિચારો છો. [27] ઊંદરદોડમાં મુશ્કેલ એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો. [28] જે વ્યક્તિ પોતાના મનોરંજન માટે સમય ફાળવી નથી શકતી એ હંમેશાં માંદલી જ દેખાશે. [29] સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે. [30] બીજાં કરતાં વધારે મહેનત કરવાથી જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે. [31] તમારા મગજમાં ઘણી વણખેડાયેલી જમીન છે, એના વિશે વિચાર કરો. કઠોર પરિશ્રમ કરવો એ હળ ચલાવવા સમાન છે, સારાં પુસ્તકો વાંચવાં એ એમાં ખાતર નાખવા જેવું છે અને શિસ્તપાલન એમાં જંતુનાશકનું કાર્ય કરે છે. [32] વેપાર ટેનિસ રમવા જેવો છે. જેઓ સર્વિસ કરે છે તેઓ કોઈક જ વાર હારે છે. [33] હંમેશાં બતક જેવું વર્તન કરો – સપાટી પર બિલકુલ શાંત અને નિશ્ચિંત દેખાવ પણ અંદરથી સતત હાથપગ ચલાવતા રહો. [34] માછલી ક્યારેય મુશ્કેલીમાં ન આવવા છતાં પોતાનું મોં બંધ રાખે છે. [35] આપણામાંથી કોઈપણ પરિપૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતું. પણ આપણે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. [36] મુશ્કેલ સમય વધુ વાર સુધી નથી ટકતો પણ વ્યક્તિની પ્રકૃતિ કદી બદલાતી નથી. વ્યક્તિ રહે છે. [37] બે વ્યક્તિએ જેલના સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે માટી જોઈ, બીજાએ તારા. [38] તમે પહેલીવાર સફળ ન થાવ અને ફરી પાછો પ્રયત્ન કરો, ત્યારે બીજી કોઈ રીત અપનાવો. [39] ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે. [40] તમે આકાશને આંબવાની કોશિશ કરો છો તો શક્ય છે કે તમને એક પણ તારો ન મળે, પણ કમસેકમ હાથમાં ધૂળ તો નહીં આવે. [41] સતત સાંભળવાની કોશિશ કરો. ક્યારેક સારી તક ખૂબ ધીમેથી તમારાં દ્વાર ખટખટાવે છે. [42] હસવું એક ઉત્તમ ઔષધિ છે, જાત પર હસતાં શીખો તથા બીજામાં પણ રમૂજવૃત્તિ કેળવો. [43] એક સફળ સંવાદનું રહસ્ય એ છે કે તમે વગર અસંમત થયે અસંમત છો. [44] વ્યક્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) જે કાર્ય કરે છે (2) જે કાર્ય કરતાં જુએ છે અને (3) જે એ વાતનું આશ્ચર્ય કરે છે કે આ કાર્ય કેવી રીતે થયું. [45] સહાનુભૂતિ કોઈ દિવસ વ્યર્થ નથી જતી, જાતને આપવા સિવાયની. [46] તમે જે ઈચ્છો છો એ મેળવવામાં આનંદ નથી, આનંદ તો જે છે એ માણવામાં-સ્વીકારવામાં છે. [47] મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી. [48] હસવામાં ઉડાડી દો… એક પ્રેશર કુકર ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી એમાં સુરક્ષા વાલ્વ નથી લાગેલો. [49] તમે દુ:ખમાં પક્ષીઓને તમારા માથા પર ચકરાવો લેતાં નથી રોકી શકતા. પણ તમે એમને તમારા માથે માળો બનાવતા રોકી શકો છો. [50] મિત્ર બનાવવાનો ફક્ત એક જ માર્ગ છે કે તમે ખુદના મિત્ર બનો. બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ 08/12/2009
[ ડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં થોડા સમય અગાઉ પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે.] [અ] બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં 4 થી 8 વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ : [1] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, 8 વર્ષ) [2] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, 4 વર્ષ) [3] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, 6 વર્ષ) [4] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, 4 વર્ષ) [5] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, 7 વર્ષ.) [6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, 7 વર્ષ.) [7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, 7 વર્ષ.) [8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, 6 વર્ષ.) [9] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, 6 વર્ષ.) [10] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, 7 વર્ષ.) [11] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, 4 વર્ષ.) [12] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, 7 વર્ષ.) નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’ ‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’ …..બસ, આ જ પ્રેમ !! [બ] ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ? [1] ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા, પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરિયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી ! [2] ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે, પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા. [3] ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડાં છે, પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા. [4] આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરાપણ દરકાર નહીં કરે, હા ! આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે ! [5] આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય, પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે. [6] આપણો પગારનો ગ્રેડ કેટલો ઊંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે, પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઊતરવું પડ્યું હતું એ તો જરૂર પૂછશે. [7] આપણને નોકરીમાં, સમાજમાં, સત્તામાં કે અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવાદેવા નથી, પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું એની એ સવિસ્તાર નોંધ માગશે. (જોકે એની પાસે એ નોંધ હશે જ !) [8] આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહીં પૂછે, પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહીં એની એ પાક્કી પૂછપરછ કરશે. [9] પોતાની જાતને મદદરૂપ થવા માટે આપણે શું શું કર્યું એમાં એને થોડોક પણ રસ નહીં હોય, પરંતુ બીજાને મદદરૂપ થવા આપણે શું કરી છૂટ્યા એ અંગે એ બધું જ વિગતે પૂછશે. [10] આપણા કેટલા અને કેવા સરસ મિત્રો હતા એની થોડીક પણ પૂછપરછ એ નહીં કરે, પરંતુ અન્ય લોકો સાથે આપણે કેટલો મિત્રતાપૂર્ણ વ્યવહાર કરતા હતા એ વાત એને મન ખૂબ જ અગત્યની હશે. [11] આપણા પોતાના હક્કોની જાળવણી માટે આપણે કેવો અને કેટલો સંઘર્ષ કર્યો એના વિશે ભગવાન કંઈ જ નહીં પૂછે, પરંતુ બીજાના અધિકારોની જાળવણી માટે આપણે કેટલું લડ્યા એની રજેરજ માહિતી એ માગશે. [12] આપણે કેવા ઉચ્ચ પડોશમાં રહેતા હતા એની એને જરાય પડી નહીં હોય, પરંતુ આપણા પડોશીઓ સાથે આપણો વ્યવહાર કેવો હતો એ જાણવામાં એને જરૂર રસ હોવાનો ! [13] આપણી ચામડીના કે ચહેરાના રંગને એ જોવાનો જ નથી, એ તો આપણા ચારિત્ર્યના ચહેરાને જ જોશે અને એ અંગે જ પૂછશે. [14] આપણે બોલ્યા એ કેટલી વખત આચરણમાં મૂક્યું એ અંગે એ નહીં પૂછે, પરંતુ એવું કેટલી વાર નથી બન્યું એ અંગે જરૂર પૂછાશે. [15] અને છેલ્લે…. પોતાના હાથ ફેલાવીને સર્વ સુખ અને શાંતિના દરવાજા ખોલીને આપણી રાહ જોઈ રહેલો એ એવું નહીં જ પૂછે કે આટલી બધી વાર શું કામ થઈ, પરંતુ એ એવું જ પૂછશે કે આ બધું તમારા માટે જ છે, પણ આ બધું છોડીને ફાલતુ વસ્તુઓ માટે જતા તો નહીં રહો ને ?! Verify Any Email Address Status Online 07/27/2009
If you are not sure about the validity or existence of an email ID, what will you do toverify it? I guess, you will send a email from your email address and will wait for sometime to see if the mail gets delivered successfully or you get an error message. But, if that email address exists, the recipient will get your test email in his inbox. Here, I am going to tell you the trick to verify the existence of any email ID online even without sending a mail to that address. Gmail can now be accessed from your desktop even if you don’t have internet connection. Yes, you read it right. Now Gmail can be read in offline mode. This sounds interesting but it’s in beta stage as of now. Google launched this system under Google Labs and the software you need to use for this is called Google Gear. Lets discuss about this further. પવિત્ર શ્રાવણ માસ આવ્યો 07/24/2009
આતો પવિત્ર શ્રાવણ માસ આવ્યો DEADLIEST PJ\'s Ever YOUR READ 07/20/2009
Q.How can you drop a raw egg onto a concrete floor without cracking it? ભાર વિનાનું ભણતર! 07/20/2009
ભાર વિનાનું ભણતર! Mobile Magic in Emergency: 07/15/2009
If your at Place and No Network Coverage Area and Your in Trouble YouTube Video Download Without Software: 07/15/2009
This is Tutorial for Downloading YOUTUBE.COM Videos to your Hard Disk. |